રોજની સગવડભરી જીદંગીમાં પણ જો તમને તંદુરસ્ત અને સુખી જીવન જીવવાનો સારો રસ્તો જોઇતો હોય, તો તમને તમારી રોગની પ્રતિકાર કરવાની શક્તિમાં વધારો કરે એવી વિટામીન-સી ધરાવતી વસ્તુઓનો તમારા ખોરાકમાં ઉપયોગ કરવો એ એક સારો માર્ગ છે. બસ, આ જ કારણે તમે આ લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ કે જેમાં વિટામીન-સી ધરાવતી વસ્તુઓ જેવી કે લીંબુ, કોથમીર, ગાજર અને કોબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો આનંદ માણો.